ભુજ સ્વામિનારાયણ મંદિરના સંત સ્વામી કૃષ્ણસ્વરૂપદાસજીની એક ક્લિપ સોશિયલ મીડિયા અને માધ્યમોમાં વાઈરલ થઇ છે આ ક્લિપમાં સ્વામીની ભાવના સ્ત્રીઓના સન્માનને ઠેસ પહોંચાડવાની નથી છતાંય તે ક્લિપ વાઈરલ કરી સત્સંગની પ્રવૃત્તિને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કરતી હોવાથી ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આજે સવારે 9 વાગ્યે હરિભક્તોની સભા યોજાઈ હતી ત્યારબાદ વિશાળ રેલી નીકળી હતી અને આવેદનપત્ર આપવામાં આવી હતી