ડીસા:શહેરની કોલેજ પાસે વિદ્યાર્થિનીઓને ડરાવતા હોય તેવા જુદા જુદા 2 વીડિયો હાલ ચર્ચામાં છે જે ખાસ્સા એવા વાઇરલ થયા છે ટિકટોક ઘેલા 3 યુવાનોએ સોમવારે મોંઢા પર વેમ્પાયર જેવા દેખાતા હોય તેવો મેકઅપ કર્યો અને જુદા જુદા બે વીડિયો બનાવ્યા હતા જેમાં મજાક મસ્તીની સાથે વિદ્યાર્થિનીઓને ડરાવતા વીડિયોમાં જોવા મળ્યા હતા આ ત્રણેય યુવાનોએ ડીસાના બગીચા સર્કલ પર વીડિયો બનાવ્યો હતો જેમાં યુવકોએ જમાના જલેગા હમ ઔર જલાયેંગે હમારે બહોત પહેલે દુશ્મન થે હમ બહોત બનાયેંગેના સંવાદો સાથે ડબિંગ સાથે અપલોડ કરી દીધા હતા બીજો વીડિયો કોલેજના દીવાલ પાસે બનાવવામાં આવ્યો છે જેમાં કોલેજિયન છાત્રોએ કોલેજ જતી વિદ્યાર્થિનીઓને ડરાવી રહ્યા છે આ મામલો સામે આવતાં જ સામાજિક સંગઠનો અને જાગૃત વાલીઓ કોલેજમાં તથા પોલીસ મથકે દોડી ગયા હતા અને આ અંગે રજૂઆત કરી વિદ્યાર્થિનીઓના સુરક્ષા અંગે સવાલો કર્યા હતા બાદમાં મોડી સાંજે વીડિયોમાં દેખાતા યુવાનોને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા હતા