બજેટ એરલાઈન્ટ ઈન્ડિગોએ તેના ગ્રાહકો માટે ખાસ ઓફર લાવી છે, જેના અંતર્ગત 21 ફેબ્રુઆરી સુધી વિદેશ યાત્રા માટે સસ્તી એર ટિકિટ ખરીદી શકાય છે આ ઓફરમાં તમે 1 માર્ચથી 30 સપ્ટેમ્બરની વચ્ચે મુસાફરી કરી શકશો કંપનીના જણાવ્યા પ્રમાણે, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટની ટિકિટ તમામ ખર્ચ સહિત 3,499 રૂપિયાથી શરૂ થઈ રહી છે એરલાઈનની તરફથી જણાવ્યા પ્રમાણે, સેલ માટે ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં 25 લાખ સીટો રિઝર્વ રાખવામાં આવી છે ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ 24 ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશન માટે ઉપલબ્ધ છે