સુરતમાં કમલા ટેક્સટાઈલ માર્કેટ અને સીટી સેન્ટર કોમ્પલેક્સ સીલ

DivyaBhaskar 2020-02-18

Views 107

સુરતઃ તક્ષશિલા અગ્નિકાંડ અને રઘુવીર માર્કેટમાં લાગેલી આગ બાદ ફાયર વિભાગ દોડતું થયું છે સુરતમાં ફાયર વિભાગે અપૂરતી ફાયર સુવિધાવાળી મિલકતોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી છે જેમાં રિંગરોડ ખાતે આવેલી કમલા ટેક્સટાઈલ માર્કેટ અને યોગીચોક ખાતે સીટી સેન્ટર કોમ્પલેક્ષને સીલી મારવામાં આવ્યું છે તક્ષશિલા અગ્નિકાંડે દેશભરમાં ચકચાર જગાવી હતી અને આ ઘટના બાદ આવી ઘટના બીજી વખત ન બને તે માટે ફાયર વિભાગ સફાળું જાગ્યું છે સુરતમાં ફાયર વિભાગે સર્વે હાથ ધર્યો છે અને અપૂરતી ફાયર સુવિધાવાળી મિલકતોને નોટીસ આપવામાં આવી રહી છે અને નોટિસની અવગણના થતા સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જેમાં મોડી રાત્રીથી સવાર સુધીમાં ફાયર વિભાગ દ્વારા રિંગરોડ ખાતે આવેલી કમલા ટેક્સટાઈલ માર્કેટની 70 જેટલી દુકાન, યોગી ચોક ખાતે આવેલા સીટી સેન્ટર કોમ્પલેક્ષની 122 દુકાન અને દિલ્હી ગેટ ખાતે આવેલા અમિત ફેશન નામની મોલ શોપને સીલ કરવામાં આવી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS