સુરતમાં ભીષણ આગને કારણે રઘુવીર માર્કેટ ખાખ થયું છે પુણા-સારોલી રોડ પર આવેલા રઘુવીર સિલિયમ માર્કેટમાં લાગેલી આગ પર હજુ સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી આગની ગંભીરતાને પગલે ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કરવો પડ્યો આગ એટલી વિકરાળ હતી કે, દક્ષિણ ગુજરાતના તમામ ફાયર ટેન્કર ખૂટી પડ્યા હતાં એક અંદાજ મુજબ ફાયર બ્રિગેડે ત્રણ કરોડ લિટરથી વધુ પાણીનો છંટકાવ કર્યો છે હાલ પણ અહીં બિલ્ડિંગના કૂલિંગ માટે પાણીનો છંટકાવ ચાલી રહ્યો છેસુરતની આગમાં રૂપિયા 100 કરોડથી વધુનું નુકસાન થયાનો અંદાજ છે રઘુવીર સિલિયમ માર્કેટની આ બિલ્ડિંગમાં કાપડની 700થી 800 દુકાનો હતી આ દરેક દુકાનોમાં લાખો રૂપિયાનો કાપડનો જથ્થો હતો બિલ્ડર એસોસિયેએશનના અનુમાન મુજબ, આગને કારણે 100 કરોડથી વધુનું નુકસાન થયું છે મંદીના માહોલમાં લાગેલી આ આગે વેપારીઓની સ્થિતી કફોડી થઈ છે