સુરત: વેસુ વિસ્તારમાં આવેલી એસડી જૈન સ્કૂલને ફાયર વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યું હતું ફાયર સેફ્ટીના અભાવના કારણે સીલ મારવામાં આવ્યું હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું સ્કૂલને સીલ મારવામાં આવતા સંચાલકો દોડતા થઈ ગયા છે ફાયર ઓફિસર હરીશભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, સાત મહિના પહેલા ફાયર સેફટીને લઈ નોટીસ આપી હતી જોકે, દોઢ મહિના બાદ પણ એસડીજૈન સ્કૂલ દ્વારા કોઈ જવાબ અપાયો ન હતો જેને લઈ કમિશનર સાહેબનું ધ્યાન દોરાયું હતું જેમની પરવાનગી મળ્યા બાદ આજે મળસ્કે સ્કૂલને સીલ મારી દીધુ હતું ત્યારબાદ વહેલી સવારે શાળાના જનરલ એડમિનિસ્ટ્રેટર રાઠોડ તેમને મળવા આવ્યા હતા સીલ ખોલી આપવા વિનંતી કરી રહ્યા હતા જોકે, આખો કેસ જ કમિશનર ઓફિસમાં ટ્રાન્સફર થઈ ગયો હોય તો સીલ હું કેમ ખોલી આપું એ એક પ્રશ્ન હતો