અમદાવાદ:સુરતના ભટાર વિસ્તારમાં સ્કૂલ નીચે ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બાદ અમદાવાદમાં પણ અનેક સ્કૂલો નીચે ફેક્ટરીઓ ધમધમતી જોવા મળી છે ઇસનપુર વિસ્તારમાં આવેલી મુક્તજીવન સ્કૂલ નીચે 15થી વધુ ફેક્ટરીઓ ધમધમતી હોવાનું તેમજ શાળામાં આવવા જવા સાંકડી સીડી હોવાનું બહાર આવતા ફાયર વિભાગ અને શિક્ષણ વિભાગ દોડતું થયું હતું આ સ્કૂલમાં 3000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ફાયરના અધિકારીઓએ સ્કૂલની તપાસ કરી તેને બંધ કરવા માટે નોટિસ આપી છે ત્યાર બાદ વિદ્યાર્થીઓને ઘરે મોકલવામાં આવ્યા હતા આ ઉપરાંત નિર્ણયનગર વિસ્તારમાં આવેલી નેલ્સન પબ્લિક સ્કૂલમાં પણ ફાયરવિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે