અમદાવાદઃ શહેરની પોલીસ કમિશનર કચેરી ખાતે આજે દિકરાને ન્યાય અપાવવાની માગ સાથે હિરાલાલ પવાર નામના વ્યક્તિ આત્મવિલોપન કરવા આવ્યા હતા જેને બચાવવા પોલીસ જે ગાડીમાં આવી તેને પણ ધક્કો મારી ચાલુ કરવી પડી હતી જો કે આત્મવિલોપન કરવા આવેલા હિરાલાલ પુખરાજને પોલીસે બચાવી લીધા હતા સ્માર્ટ સિટીની વાતો વચ્ચે શહેર પોલીસ પાસે હાલ ખખડધજ વાન જોવા મળી રહી છે