દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારે બહુમતી સાથે જીત હાંસિલ કરનારા અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ રામલીલા મેદાનમાં ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે તેઓ બુધવારે સવારે જ ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથે મુલાકાત કરવા માટે રાજભવન પહોંચ્યા છે ત્યારબાદ તેઓ ચૂંટણીમાં જીત હાંસિલ કરનારા પાર્ટી ધારાસભ્યો સાથે તેમના નિવાસસ્થાને બેઠક કરશે