LRD અનામતનો વિવાદ,1 ઓગસ્ટ 2018નો પરિપત્ર રદ થશે, લેખિત બાહેંધરી બાદ આંદોલનકારી મહિલાઓ પારણા કરશે

DivyaBhaskar 2020-02-11

Views 3.2K

અમદાવાદઃLRD ભરતી મામલે થઈ રહેલા વિવાદને કારણે રાજ્ય સરકારે 1-8-18નો પરિપત્ર રદ કરવાની જાહેરાત કરી છે હવે તેમાં સુધારો કરી નવો પરિપત્ર કરવામાં આવશે આ મામલે આજે નાયબ મુખ્યમંત્રી સીએમ નિતિન પટેલે OBC, ST, SCના આગેવાનો સાથે મળીને મુલાકાત કરી હતી તમામ આગેવાનો સાથે મુલાકાત કર્યા બાદ સરકારે LRD અનામતના પરિપત્રમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો આ સિવાય સૈદ્ધાંતિક સુધારો પણ પરિપત્રમાં કરાશે આ પરિપત્ર રદ કરવાની માંગ સાથે છેલ્લા 64 દિવસથી LRD મહિલા પરીક્ષાર્થીઓ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન પર ઉતરી છે તેમને પારણા કરવા માટે અલ્પેશ ઠાકોર, મંત્રી કુંવરજી બાવળિયા, મંત્રી દિલીપ ઠાકોર સહિતના આગેવાનોએ સમજાવી હતી પરંતુ આંદોલનકારી મહિલાઓ માની નહોતી અને પરિપત્ર રદ કર્યો હોવાની લેખિતમાં બાહેંધરી મળે પછી જ અમે પારણા કરીશું તેમ જણાવ્યું હતું એક આંદોલનકારી મહિલાએ કહ્યું કે પહેલા નવં મેરિટ લિસ્ટ ઓનલાઈન મુકે તેમજ સરકારે કહ્યું છે કે ત્રણ દિવસમાં સુધારો થઈ જશે તો અમે ત્રણ દિવસ બાદ પારણા કરીશું ત્યાં સુધી પારણા નહીં કરીએ

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS