દિલ્હીના શાહિન બાગમાં છેલ્લાં ઘણાં સમયથી સીએએ વિરુદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું છે જેમાં ત્રણ વખત ગોળીબાર પણ થયો ત્યારે આજે એકબુરખો પહેરીને પ્રદર્શનમાં ઘૂસનારી મહિલાની પોલીસે ધરપકડ કરી હતીઆ મહિલાનું નામ ગુંજા કપૂર છેજે પ્રદર્શનકારીઓને વધુ પડતા સવાલો પૂછી રહી હતી જેના કારણે પ્રદર્શનકારીઓને તેના પર શંકા જતાં તેની તપાસની માગ કરી તપાસ કરતા ગુંજા પાસેથી એક કેમેરા મળી આવ્યો જે બાદ હોબાળો મચી જતાં તેની ધરપકડ કરી લેવાઈ હતી ગુંજા યૂટ્યુબ પર રાઇટ નરેટિવ ચેનલની સંચાલક છેટ્વિટર પર પીએમ નરેન્દ્ર મોદી અને બીજેપી સાંસદ તેજસ્વી સુર્યા તેને ફોલો કરે છે