તેલંગાણામાં દુષ્કર્મના ચારેય આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યા બાદ સોશિયલ મીડિયામાં પણ તે ઘટના છવાઈ ગઈ હતી હૈદરાબાદ ગેંગરેપ કાંડના ચારેયઆરોપીઓના એન્કાઉન્ટર બાદ ચોતરફથી અનેક પ્રતિક્રિયાઓ આવી હતી જેમાં લગભગ દરેક યૂઝર્સે હૈદરાબાદ પોલીસના સિંઘમ સ્ટાઈલના વખાણ કર્યા હતા અનેક યૂઝર્સેતો સિંઘમથી લઈને સિમ્બા સુધીની ફિલ્મોના ડાયલોગ સાથે કેટલાક વીડિયોઝ પણ વાઈરલ કર્યા હતા હૈદરાબાદ દુષ્કર્મના કેસમાં આઠ દિવસમાં આવો ફેંસલો આવી જતાંહૈદરાબાદ એન્કાઉન્ટરનું ફિલ્મી કનેક્શન શોધી શોધીને શેર પણ કરાઈ રહ્યું છે અમે પણ તમારી માટે આવા જ કેટલાક વીડિયોઝ લઈને આવ્યા છીએ જેની ડાયલોગબાજી દ્વારા આ એન્કાઉન્ટરને જરૂરી ગણાવાયું છે તો સાથે જ પોલીસ ધારે તો કંઈ પણ કરી શકે છે તેવી લાગણી પણ વ્યક્ત કરવામાં આવી છે ફિલ્મની એક ક્લિપમાંપણ જોઈ શકાય છે કે કઈ રીતેઆરોપીઓ કાયદામાં રહેલી છટકબારીઓ કરીને નીકળી જતા હોય છે