સોશિયલ મીડિયામાં મહારાષ્ટ્રના ભંડારા પાસેનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે શોકિંગ કહી શકાય એવા આ ઘટનાક્રમમાં જોઈ શકાય છે કે વાઘે હુમલો કરીને એક શખ્સને ખેતરમાં જ પાડી દીધો હતો યુવક ખૂંખાર વાઘના હુમલાથી બચવા માટે કંઈ કરે તે પહેલાં જ તેની સાથે પણ આ જંગલી જનાવર ચડી બેઠું હતું નજર સામે જ જડબાં ફાડીને બેઠેલા મોતને ભાળીને જ ભોગ બનનાર શખ્સના શ્વાસ અટકી ગયા હતા કાળજું કંપાવી દે તેવો નજારો જોઈને ત્યાં હાજર મેદનીએ પણ બૂમો પાડી હતી સદનસીબે વાઘ તે યુવકને પડતો મૂકીને ત્યાંથી જીવ બચાવવા ભાગ્યો હતો અનેક લોકોએ આ વીડિયો સોશિયલ મીડિયામાં ચમત્કારીક બચાવ અને ભોગ બનનાર યુવકની સૂઝબૂઝના વખાણ કરતા કેપ્શન લખીને તેને અપલોડ કર્યો હતો મોતને નજરો નજર ભાળી ગયેલા યુવકનો જે રીતે બચાવ થયો હતો તે જોઈને અનેક યૂઝર્સે તો એવો પણ દાવો કર્યો હતો કે યુવકે છાતી પર બેસી ગયેલા વાઘ સામે પોતાના શ્વાસ રોકીને મરવાનું નાટક કર્યું હોવાથી જ તે બચી ગયો હતો