રાજકોટ: રાજકોટના 80 ફૂટ રોડ ઉપર બાબરાના શ્રમિક પરિવારની 8 વર્ષની દીકરીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાના 24 કલાકમાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી છે પોલીસે સીસીટીવીની મદદથી રાજકોટના ભારતનગર શેરી નં8માં રહેતો આરોપી હરદેવ મશરૂ માંગરોળિયાને ઝડપી પાડ્યો છે આ અંગે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે, હરદેવે દારૂના નશામાં હોંશ ખોઇ આ ગુનાને અંજામ આપ્યો હતો જે પુલ નીચે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું ત્યાં જ આરોપી અન્ય શખ્સો સાથે દારૂ પીતો હતો હરદેવ નજીકની ફેક્ટરીમાં મજૂરીકામ કરતો હતો આરોપી અગાઉ કોઇ ગુનામાં સંડોવાયેલો નથી પોલીસે આઇપીસી કલમ 363,366,376(એ)(બી), 506(2) પોક્સો કલમ 4, 6 અને જીપીએક્ટ 135(1) મુજબ ગુનો નોંધ્યો છે