સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ, PH.D કરાવવાની લાલચ આપી શરીરસુખની માંગ કરી

DivyaBhaskar 2020-01-23

Views 9.3K

રાજકોટઃસૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજ શાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડૉહરેશ ઝાલાની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ છે આ ઓડિયો ક્લિપમાં એક યુવતીને PHD કરાવવાની અને પ્રોફેસર બનાવવાની લાલચ આપી કરી શરીર સુખની માંગ કરવામાં આવી છે માત્ર એટલું જ નહીં, પ્રોફેસર દારૂના નશામાં ધૂત થઈ બિભત્સ વાતો કરતો સાંભળવા મળે છે આ અંગે DivyaBhaskarએ ડૉહરેશ ઝાલાનો સંપર્ક કર્યો હતો પરંતુ તેઓએ ફોન ઉપાડી રહ્યા નથી ત્યાર બાદ ફોન પણ સ્વીચ ઓફ કર્યો હતો

આ સાંખી લેવાય જ નહીં, કડક તપાસના આદેશ આપ્યાઃ કુલપતિ
ઓડિયો ક્લિપ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ વસ્તુ સાંખી લેવાય જ નહીં, કડક તપાસના આદેશ તો આપ્યા જ છે આ બાબતે હું એ પણ કહું છું એટલા માટે જ PHD પ્રવેશથી લઈ તમામ બાબતોએ ટ્રાન્સપરન્સીનો આગ્રહ રાખવામાં આવે છે જેથી આવા બનાવો ઓછા બને


યુવતીઃયજ્ઞેશસરમાં ખાલી જગ્યા થઈ તો કરાવી દોને એમાં
પ્રોફેસરઃતું મારું કામ કરીશને?
યુવતીઃહા કહો
પ્રોફેસરઃમારી એક ઈચ્છા છે
યુવતીઃપણ શેની
પ્રોફેસરઃપહેલા તું હા કહે
યુવતીઃશું સર મને કહો તો ખરા
પ્રોફેસરઃદિલમાં વાત હતી
યુવતીઃકહોને સર
પ્રોફેસરઃમારે એકવારએકવાર
યુવતીઃપણ શું સર
પ્રોફેસરઃતું હા પાડ
યુવતીઃપણ કહો તો ખબર પડેને
પ્રોફેસરઃમારે એકવાર
યુવતીઃમેં કાલે પણ પીએચડી માટે ફોન કર્યા હતા
પ્રોફેસરઃતને પીએચડી કરાવી દઈશ અને પ્રોફેસર બનાવી દઈશ
યુવતીઃશું સરશું બોલ્યા
પ્રોફેસરઃતારી સાથે એકવાર શરીર સુખ માણવું છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS