છત્તીસગઢના બલોદાબજારમાં કસડોલનાં કોંગ્રેસ ધારાસભ્યએ ટ્રેઈની આઈપીએસને ઓકાત બતાવી દેવાની ધમકી આપી હતી બુધવારે સાંજે બંને વચ્ચે વિવાદ થયો હતો જેમાંમહિલા ધારાસભ્ય શકુંતલા સાહૂએ આઈપીએસ અંકિતા શર્મા સાથે વિવાદ કરીને તેમને આવી ધમકી આપી હતી તેમની આવી વર્તણૂક પણ કેમેરામાં કેદ થઈ ગયો હતો જેનોવીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે આખો વિવાદ સિમેન્ટ પ્લાન્ટ સમયે થયેલી દુર્ઘટનામાં મોત પામેલા મજૂરના સમર્થનમાં કોંગ્રેસે યોજેલા ધરણા સમયે થયોહતો ધરણાના નામે હંગામો કરી રહેલા કાર્યકર્તાઓને સમજાવીને તેમને રોક્યા તો ભડકેલાં ધારાસભ્યએ આખો મામલો હાથમાં લઈને આઈપીએસ સામે આકરાં વેણ ઉચ્ચાર્યાંહતાં