થોડાં દિવસ પહેલાં સીનિયર વકીલ ઈન્દિરા જયસિંહે દિલ્હી ગેંગ રેપ પીડિતાની માતા આશાદેવીને અપીલ કરી હતી કે જે રીતે સોનિયા ગાંધીએ રાજીવ ગાંધીના હત્યારાઓને માફ કર્યાં તે રીતે તેઓ પણ દુષ્કર્મના આરોપીઓને માફ કરી દે આ વાત પર હવે બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે પ્રતિક્રિયા આપી છે કંગના સીનિયર વકીલ ઈન્દિરા પર ગુસ્સે થઈ હતી અને તેણે દાવો કર્યો હતો કે ઈન્દિરા જેવી મહિલાઓ રેપિસ્ટ પ્રત્યે કૂણું વલણ દાખવે છે અને તેઓ જ આ રાક્ષસોને મોટા કરે છે