વડોદરાઃઅંકલેશ્વરના નોબલ માર્કેટમાં આવેલા બંધ ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગ થોડી જ વારમાં ગોડાઉનમાં રાખવામાં આવેલા માલ સામાનના જથ્થામાં ફેલાઈ જતાં આસપાસ ડરનો માહોલ પેદા થયો હતો આ આગ અંગે જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસી અને પાનોલી ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો વહેલી સવારે લાગેલી આગ વખતે ગોડાઉન બંધ હોવાથી કોઈ ઈજા જાનહાનિ નોંધાઈ નહોતી