સુરતઃઓલપાડ માસમા રોડ પર સિલિન્ડર ભરેલી ટ્રકમાં ભીષણ આગ લાગી જતાં બ્લાસ્ટ થયાં હતાં આ સમયે રોડની ડિવાઈડર સામેથી પસાર થતી ઉગત વિસ્તારની રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલની બસ વિદ્યાર્થીઓને લઈને સ્કૂલ જઈ રહી હતી 26 વિદ્યાર્થીઓ સાથેની બસ સિલિન્ડર ભરેલી ટ્રકની સામેથી પસાર થઈ રહી હતી એ દરમિયાન જ સ્કૂલ બસ સાથે રોંગ સાઈડમાં આવતાં સિમેન્ટ ભરેલા ટ્રકે એક્સિડન્ટ સર્જ્યો હતો જેથી બસ આગળ જઈ શકે તેમ ન હોવાથી ડ્રાઈવર કન્ડક્ટરે સમયસૂચકતા દાખવીને બસમાંથી તમામ બાળકોને નીચે ઉતારી સલામત રીતે ખસેડ્યાં હતાં બાદમાં સિલેન્ડર બ્લાસ્ટ થતાં બસ સળગી ઉઠી હતી