દાહોદઃ દાહોદના ભીલવાડા વિસ્તારના મકાનમાં ગેસની બોટલ લીકેજ થયા બાદ આગ ફાટી નીકળી હતી આ દુર્ઘટનામાં પરિવારના 3 સભ્યો અને ફાયર બ્રિગેડના 2 કર્મચારીઓ દાઝ્યા હતા તેઓને તુરંત જ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા દાહોદના ભીલવાડા વિસ્તારના એક મકાનમાં રસોઇ બનાવતી વખતે ગેસ સિલિન્ડર લીકેજ થયો હતો ગેસ સિલિન્ડર લીકેજ થતાં જ ઘરમાં આગ ફાટી નીકળી હતી જેમાં પરિવારના 3 સભ્યો દાઝ્યા હતા ઘટનાની જાણ થતાં જ દાહોદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા આ દરમિયાન ફાયર બ્રિગેડના 2 કર્મચારીઓ પણ દાઝ્યા હતા ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો