ભાવનગર:શહેરના વલ્લભીપુરમાં ગેસ સિલિન્ડર ફાટતા મેઈન બજારના મકાનમાં ભીષણ આગ લાગી હતી જેને લઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોકોનું ટોળુ એકઠુ થઈ ગયું હતું જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવુ સામે આવ્યું નથી સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી છે પરંતુ હજુ સુધી ટીમ ઘટનાસ્થળ પર પહોંચી નથી