બ્રિટનના મહારાણી એલિઝાબેથના પૌત્ર પ્રિંસ હેરીએ જાહેર કર્યું છે કે તે અને તેમની પત્ની મેગન રાજ પરિવારના વરિષ્ઠ સદસ્યની ભૂમિકાથી ખુદને અલગ કરી રહ્યા છે અને તે હવે ખુદને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવા કામ કરશે પ્રિન્સ હેરી અને મેગને એક નિવેદનમાં કહ્યું છે કે બંને બ્રિટન અને ઉત્તરી અમેરિકામાં પોતાનો સમય વ્યતીત કરશેબંનેએ કહ્યું કે ઘણા મહિના સુધી વિચાર વિમર્શ બાદ તેમણે આ નિર્ણય લીધો છેએક જાણકારી અનુસાર શાહી કપલે આ ઘોષણા પહેલા શાહી પરિવારના કોઈ સભ્યની સલાહ લીધી નથી તેથી શાહી પરિવાર નારાજછે