કોડીનાર: કોડીનાર નજીકના મિતિયાજ ગામના 36 જેટલા અલગ-અલગ સમાજના મકાન વગરના લોકોને વર્ષ 2010માં કોડીનાર ખાતે સરકારના ગરીબ કલ્યાણ મેળામાં પ્લોટની ફાળવણી કરીને સનદ ફાળવવામાં આવી હતી અને આ 36 જેટલા ગરીબ પરિવારના લોકોને થયું કે હવે ઘરનું ઘર બનશે પરંતુ તંત્રની બેધારી નીતિના કારણે 10 વર્ષ જેવો સમય વીતવા છતાં આજદિન સુધી પ્લોટ મળ્યો નથી