દુનિયાના સૌથી મોટા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ ‘CES 2020’ની શરૂઆત થઇ ચૂકી છે શૉના પ્રથમ દિવસે કોરિયાઈ ટેક કંપનીએ રોબોટ બોલ ‘Ballie’ (બેલી) રજૂ કર્યો છે સેમસંગ કંપનીના કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સના પ્રેસિડન્ટ અને CEO એચ એસ કિમે આ બોલને રજૂ કર્યો હતો
આ રોબોટ બોલ સ્માર્ટ હોમનું મેનેજમેન્ટ (સંચાલન) કરવા માટે સક્ષમ છે આ સ્માર્ટ બોલ સ્માર્ટ હોમ ક્લિનીંગ પર પ્રોડક્ટને ઘર સાફ કરવા માટે કમાન્ડ આપી શકે છે આ સાથે જ તે યુઝરને ઊંઘમાંથી જગાડવા માં પણ મદદ કરે છે તે ઘરમાં રહેલી સ્માર્ટ હોમ પ્રોડક્ટ્સનાં ચાર્જિંગનું પણ ધ્યાન રાખે છે