સુરતના ઉમરા પોલીસે કોર્ટમાં રજૂ કર્યા બાદ આરોપીએ ત્રીજા માળેથી કુદી આપઘાતનો પ્રયાસ કર્યો

DivyaBhaskar 2019-08-23

Views 286

સુરતઃઉમરા પોલીસે ઝડપી લીધાલા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, કોર્ટે બે દિવસના રિમાન્ડ હેઠળ મોકલતાં ત્રીજા માળની બારીમાંથી કુદી પડ્યો હતોનીચે પતરાના શેડ પટકાયેલા આરોપીને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો

ગુરૂવારે ઉમરા પોલીસે કસ્ટડીમાં લીધો હતો

ઉમરા પોલીસે હત્યાની કોશિષ (307 કલમ) કરનાર આરોપી રાકેશ મહાલેની ગુરૂવારે સાંજે કસ્ટડી મેળવી ધરપકડ કરી હતી બાદમાં આજે બપોરના સમયે કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો આ દરમિયાન કોર્ટે બે દિવસના રિમાન્ડ આપતાં રાકેશે ત્રીજા માળે બારીમાંથી કુદકો લગાવી દેતા નીચે પટકાયો હતો સદનસીબે વકીલોના ટેબલ પર છાંયા માટે બનાવાયેલા પતરાના શેડ પર આરોપી પટકાયો હતો જેથી તેને ઈજાઓ પહોંચી હતી જેથી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો હતોજમણા પગના પંજામાં ફ્રેક્ચર થયું છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS