સુરતઃપાંડેસરા વિસ્તારમાં આવેલા અપેક્ષાનગરના ત્રીજા માળે રૂમ નંબર 44માં ઘરમાં રમતું નાનું બાળક નીચે પટકાતાં મોતને ભેટ્યું હતુંઘરમાં દાદા દાદી સાથે રમી રહેલ બાળક પરથી ધ્યાન હટતાં જ પલંગ નજીક આવેલી ગ્રીલ વગરની બારીમાંથી બાળક નીચે પટકાયું હતું જેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયું હતું પરંતુ ફરજ પરના તબીબોએ થોડી સારવાર બાદ મૃત જાહેર કર્યું હતું