અમદાવાદ: શહેરના હીરાવાડી વિસ્તારમાં કારમાં ગૂંગળાઈ જતાં 5 વર્ષના બાળકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે ઘણાં સમયથી રસ્તા પર પડેલી મારૂતી એસ્ટિમમાં રમતાંરમતાં દરવાજો ખોલી બાળક અંદર જતું રહ્યું હતું અને અચાનક કારનો દરવાજો લોક થઈ જતાં અંદર બાળક ગૂંગળાઈ ગયું હતું હીરાવાડીના પાયલ પ્લાઝા ફ્લેટ પાસે સ્થાનિક યુવકોએ કારનો કાચ તોડીને બાળકને બહાર કાઢ્યો હતો હોસ્પિટલ લઈ જતાં બાળકને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો પોલીસે ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી જ્યારે અકસ્માતે મોત નોંધીને તપાસ હાથ ધરી હતી