જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધારવા અમિત શાહે રાજ્યસભામાં પ્રસ્તાવ રજૂ કર્યો

DivyaBhaskar 2019-07-01

Views 127

જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધારવા વિશે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં પ્રસ્તાવ રજૂ કર્યો છે આ પ્રસ્તાવ લોકસભામાં પાસ થઈ ગયો છે પરંતુ રાજ્યસભામાં તેને પાસ કરાવવો સરકાર માટે પડકાર સમાન છે જોકે રાજ્યસભામાં બીજેડી, ટીએમસી અને સપાએ રાષ્ટ્રપતિ સાશનને વધારવા માટે સમર્થન આપ્યું છે

ગયા કાર્યકાળમાં પણ મોદી સરકાર સામે ઘણી વખત આ મુશ્કેલી આવી હતી મોદી સરકાર લોકસભામાં તેમના બિલ સરળતાથી પસાર કરાવી શકે છે પરંતુ રાજ્યસભામાં બિલ પાસ કરાવવું મોદી સરકાર માટે પડકાર સમાન હોય છે ત્રિપલ તલાક બિલ તેનું જ એક ઉદાહરણ છે

રાજ્યસભામાં હાલની સ્થિતિ જોવામાં આવે તો કુલ સાંસદોની સંખ્યા 245 છે તેમાં એનડીએ પાસે 104 સભ્યો છે રાજ્યસભામાં બહુમતી માટે 123 સભ્યો જોઈએ તેથી મોદી સરકારને રાજ્યસભામાં આ બિલ પાસ કરાવવું હોય તો અન્ય પાર્ટીની મદદ લેવી પડશે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS