વડોદરાઃછેલ્લા કેટલાક દિવસથી વડોદરા શહેરમાં વધી રહેલી ઠંડીને કારણે કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પક્ષીઓ ઠંડીની ચપેટમાં આવી ગયા છે અને પશુ-પક્ષીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે કમાટીબાગ તંત્ર દ્વારા અલાયદી વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેમાં પક્ષીઓના પાંજરાને ફરતે કંતાન લપેટવામાં આવ્યાં છે જ્યારે વાઘ અને સિંહ સહિતના પ્રાણીઓના પાંજરામાં રાત્રીના સમયે તાપણા કરીને ગરમાવો આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે