જમ્મુ-કાશ્મીરના DGP દિલબાગ સિંહે જણાવ્યું છે કે વર્ષ 2019માં અનેક વખત ઘુસણખોરીના પ્રયત્નો કરવામાં આવ્યા હતા તેમ જ પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવાની ઘટના પણ વધી હતી વર્ષ દરમિયાન 160 જેટલા આતંકવાદીઓને મારવામાં આવ્યા છે અને 102 જેટલા આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે આ ઉપરાંત કાશ્મીરમાં હજુ પણ 250 આતંકવાદી સક્રિય છે વર્ષ 2019માં 558 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, આ આંકડો અગાઉના વર્ષમાં 381 હતો
DGPના જણાવ્યા પ્રમાણે આ વર્ષ આશરે 130 લોકો ઘુસણખોરી કરવામાં સફળ રહ્યા હતા, આ આંક ગયા વર્ષે 143 જેટલો હતો આતંકવાદી સંગઠનોમાં સામેલ થનારા યુવાનોની સંખ્યા વર્ષ 2018માં 218 હતી,જે આ વર્ષ 139 જેટલી છેતેમણે વધુમાં કહ્યું હતું કે આતંકવાદી સામે હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં સ્થાનિક લોકોનો સહકાર મળ્યો હતો જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 2019માં કાયદો અને વ્યવસ્થાને લગતી ઘટના 481 જેટલી નોંધાઈ છે,જે ગત વર્ષ 625 જેટલી હતી હજુ પણ જમ્મુ-કાશ્મીરમાં આશરે 250 આતંકવાદી સક્રિય છે