મધ્ય પ્રદેશના ભોપાલ પાસે આવેલા પેંચ નેશનલ પાર્કની અંદર વાઘ અને વાઘણ વચ્ચે લડાઈ થતાં વાઘણ ગંભીર રીતે ઘાયલ થઈ હતી પર્યટકે આ ઘટનાની જાણ પાર્કની ટીમને કરતાં જ તેઓએ તેની સારવાર કરવાની કવાયત પણ હાથ ધરી હતી બાહોશ ટીમે કોલરવાળી વાઘણના નામે જાણીતી આ વાઘણને રેસ્ક્યુ કર્યા વગર જ દવા આપી હતી આ માટે પાર્કના અધિકારીઓએ ડૉટ ટેકનિકનો સહારો લીધો હતો તેમણે ડૉટ પ્રોજેક્ટરની મદદથી વાઘણના ઘા પર નિશાન લગાવ્યું હતું જેના કારણે તેના શરીરમાં દવા પણ ઈંજેક્ટ થઈ ગઈ હતી પાર્ક દ્વારા કહેવામાં આવ્યું હતું કે ડૉટ પ્રોજેક્ટરની મદદથી ઘાયલ પ્રાણીને પકડ્યા વગર જ સારવાર કરાઈ હોય તેવો આ પ્રથમ કેસ છે મધ્ય પ્રદેશમાં આ રીતે ક્યારેય કોઈ પ્રાણીના શરીરમાં દવા ઈંજેક્ટ નહોતી કરાઈ સામાન્ય રીતે તો ટ્રકલાઈઝનો પ્રયોગ પ્રાણીને બેભાન કરવા કરાય છે જો કે, અહીં આવું કરવા માટે પરિસ્થિતી અનુકુળ ના હોવાથી સીધી જ તેના શરીરમાં દવા જાય તે માટે આ પ્રયોગ કરાયો હતો હવે ઘાયલ વાઘણની પણ હાલત સ્વસ્થ હોવાનું અધિકારીઓએ કહ્યું હતું