પાટડી: પૂર્વ વિદેશ મંત્રી અને જુઝારૂ મહિલા નેતા સુષ્મા સ્વરાજના આકસ્મિક નિધનથી રાજકારણની સાથે સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાવા પામી છે સમગ્ર દેશવાસીઓએ અશ્રુભીની આંખે સુષ્મા સ્વરાજને શ્રધ્ધાંજલી સાથે વિદાય આપી ત્યારે પાટડી તાલુકાના બજાણા ગામના ઇમરાન નામના મુસ્લિમ યુવાને પોતાના કામકાજના વ્યસ્ત સમયમાંથી થોડોક સમય કાઢીને સ્વસુષ્મા સ્વરાજની હસતા મુખ વાળી માટીની જીવંત મૂર્તિ બનાવી અનોખી શ્રધ્ધાંજલી અર્પી હતી