જમ્મૂ-કશ્મિરના બારામુલ્લા જીલ્લામાંથી પસાર થતી ઝેલમ નદીમાં એક યુવતી તણાઈ હતી ડ્યૂટી કરી રહેલ ભારતીય સૈન્યના CRPF બટાલિયનનાં જવાનોની નજર પડતાં તેઓએ જીવના જોખમે નદીનાં ઠંડાગાર પાણીમાં છલાંગ લગાવીને ભારે પ્રયત્નો બાદ યુવતીને હેમખેમ બચાવી લીધી હતી યુવતીને બચાવ્યા બાદ કેટલાક જવાનોએ એમ્બ્યૂલન્સ આવે ત્યાં સુધી યુવતીને પ્રાથમિક સારવાર આપીને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતુ ઉલ્લેખનીય છે કે, કાશ્મિરમાં કેટલાક લોકો દેવદૂત સમા ભારતીય સૈન્ય, CRPFના જવાનો પર અવારનવાર પથ્થરમારો કરતા હોય છે તે જ જવાનો સમય આવ્યે પોતાનો જીવ પણ જોખમમાં મૂકીને જમ્મૂ-કાશ્મિરના જવાનોની રક્ષા કરતાં હોય છે