ઉના:ગીરગઢડાનાં પડાપાદર ગામ આવેલ અને હાલ છેલ્લા બે દાયકાથી આ એકજ ગામના બે નામ પડી ગયા છે કારણકે રાવલ નદી પરનો પુલ બે દાયકા પહેલા ધરાશાયી થઇ જતાં ગામ બે ભાગમાં વહેચાઇ ગયુ એટલે એક તરફ આથમણા પડા બીજી તરફ ઉગમણા પડા હવે આ બન્ને પડાની વચ્ચે રાવલ નદી પસાર થતી હોય આ ગામના 50 જેટલા છાત્રો જીવના જોખમે નદી પસાર કરે છે અને ગામના યુવાનો નદી પસાર કરવામાં મદદ કરે છે