છોટાઉદેપુરઃ હેરણ નદીમાં ઘોડાપૂરને પગલે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચિખોદ્રા-કોસીંદ્રાને જોડતો એક તરફનો પુલ તરફનો ધોવાઇ ગયો હતો, જ્યારે પુલની વચ્ચેનો ભાગ પણ તૂટી ગયો હતો આ પુલ તૂટતાં 15થી વધારે ગામો પ્રભાવિત થતા વાહનવ્યવહાર ખોરવાયો છે જેના લીધે 15 કિલોમીટરનો લાંબો ફેરો ન ફરવા માટે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો પુલ પરથી પોતાનો જીવ જોખમમાં મૂકીને પસાર થવા મજબુર બન્યા છે