અમરેલી: રાજુલાના કાતર ગામમાં થોડા દિવસ પહેલા સિંહો આવ્યા હતા ત્યારે ગત રાત્રે ફરી બે સિંહો ઘૂસી આવ્યા હતા બંને સિંહો ગામમાં આંટાફેરા કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે આ બે સિંહોએ ગામમાં રસ્તા પર રઝળતી ત્રણ ગાયનો શિકાર કરી મારણ કર્યું હતું સિંહોના અવારનવાર આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે