પાદરાની ખાનગી સ્કૂલમાં રાતે 3 બુકાનીઘારી તસ્કરો ઘૂસ્યા, ચોરીનો નિષ્ફળ પ્રયાસ CCTVમાં કેદ

DivyaBhaskar 2019-07-03

Views 192

વડોદરાઃ પાદરા-કરજણ રોડ પર આવેલી અદિતી સાયન્સ સ્કૂલમાં મોડી રાત્રે 3 બુકાનીધારી તસ્કરો ત્રાટક્યા હતા સીસીટીવીમાં કેદ થઇ ગયેલા તસ્કરો સ્કૂલમાં 3 કલાક રોકાયા હતા અને ચોરીનો પ્રયાસ કર્યો હતો

પાદરાથી કરજણ રોડ પર જવાના રસ્તા ઉપર અદિતી સાયન્સ સ્કૂલ આવેલી છે મોડી રાત્રે સ્કૂલના ગેટના તાળા તોડીને 3 તસ્કરો ત્રાટક્યા હતા સ્કૂલમાં ત્રાટકેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થઇ ગયા હતા સીસીટીવીમાં કેદ થયેલા તસ્કરોએ પ્રથમ સ્કૂલની ઓફિસમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ ટોળકી સ્કૂલની 5 સ્ટાફ રૂમમાં ઘૂસી હતી અને તેમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો તસ્કર ટોળકી સ્કૂલમાં 3 કલાક સુધી ચોરી કરવા માટે રોકાઇ હતી જોકે, તસ્કરોને સ્કૂલમાંથી રોકડ જેવી કોઇ વસ્તુ મળી આવી નથી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS