સુરતઃ પાંડેસરામાં તસ્કરો દ્વારા સાંઈ જવેલર્સના તાળા તોડવાનો પ્રયાસ 108ના પાયલોટે નિષ્ફળ બનાવ્યો હતો વહેલી સવારની ઘટના બાદ પોલીસ અધિકારીઓ દોડતાં થઈ ગયા હતા 108ના પાયલોટને જાણ થતા પોલીસને જાણ કરી જ્વેલર્સ તરફ પોલીસ સાથે દોડી જતા તસ્કરો કારમાં ફરાર થઈ ગયા હતા પાંડેસરા વિસ્તારમાં આવેલા સાંઈ જ્વેલર્સને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું મારૂતિ ઇકો કારમાં આવેલા 3 અજાણ્યા ઇસમો સાઈ જ્વેલર્સના તાળા તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા જેની જાણ રાહદારીએ 108ના પાયલોટ કરણ આહીરને કરતા જ કરણ સતર્ક બની પીએસઆઈ રબારીને જાણ કરી જ્વેલર્સ દુકાન તરફ દોડી ગયા હતા પોલીસ સ્ટાફ અને 108ના કર્મચારીને જોઈ તસ્કર ટોળકી ઇકો કારમાં ભાગી ગયા હતા પીએસઆઈ રબારીએ સચિન હાઇવે સુધી આ ટોળકીનો પીછો પણ કર્યો હતા ઇમરજન્સી દર્દીઓના જીવ બચાવનાર 108ના પાયલોટ કરણ આહીરની જાગૃતતાને પોલીસ અધિકારીઓએ પણ બીરદાવી હતી ઘટના ની જાણ થતા ની સાથે જ પોલીસ અધિકારીઓ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો