શિક્ષણ મંત્રીએ કાર્યકર્તાને લાત અને ધક્કા મારીને રૂમની બહાર કાઢ્યો

DivyaBhaskar 2019-12-31

Views 36

મધ્ય પ્રદેશના રીવામાં ઉચ્ચ શિક્ષણ મંત્રી જીતુ પટવારીએ કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે જે રીતે ગેરવર્તણૂક કરી હતી તેનો વીડિયો વાઈરલ થયો હતો સોમવારે મંત્રીએ પ્રેસ કૉન્ફરન્સશરૂ થાય તે પહેલાં કાર્યકર્તાઓને તે રૂમમાંથી બહાર જવા માટેની સૂચના આપતા હતા જો કે, અમૂક કાર્યકર્તાએ તેમની સૂચનાને ગણકારી નહોતી જેના કારણે તેઓ ગુસ્સેથઈને કાર્યકર્તાને લાત અને ધક્કા મારીને બહાર મોકલ્યો હતો વાત જાણે એમ હતી કે પ્રેસ કૉન્ફરન્સ સમયે કોઈ કારણોસર કોંગ્રેસ કાર્યકર્તાઓ બે ભાગમાં વહેંચાઈ જઈને મંત્રીનીસામે પોતાનો પક્ષ મૂકી રહ્યા હતા જો કે,પ્રેસ કૉન્ફરન્સનો સમય થઈ જવાથી શિક્ષા મંત્રીએ તેમને બહાર જવાનું કહ્યું હતું તેમની સૂચના બાદ પણ કેટલાક કાર્યકર્તાઓ ત્યાંથીખસવાનું નામ લેતા નહોતા કાર્યકર્તાઓની આવી વર્તણૂક જોઈને તેમણે પિત્તો ગુમાવીને એક કાર્યકર્તા પર રોષ ઠાલવ્યો હતો આટલું બધું થવા છતાં પણ ત્યાં હાજર પોલીસેકોઈ પણ જાતનો હસ્તક્ષેપ કર્યો નહોતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS