કોંગ્રેસ મહા સચિવ પ્રિયંકા ગાંધી વાડરાએ ઉત્તર પ્રદેશ પોલીસ પર ગળું દબાવવાનો અને ધક્કો મારીને પાડવાનો આરોપ લગાવ્યો છે પ્રિયંકા ગાંધી ગયા અઠવાડિયે સીએએ વિરુદ્ધ હિંસક દેખાવો વખતે ધરપકડ કરાયેલા આઈપીએસ ઓફિસર એસઆર દારાપુરીને મળવા લખનઉની મુલાકાતે હતા જોકે, પોલીસે તેમનો કાફલો અધવચ્ચે જ રોક્યો હતો પ્રિયંકાએ કહ્યું કે, પોલીસની ગાડી અચાનક આવી, તેથી હું બહાર આવીને ચાલવા લાગી તો એક મહિલા પોલીસે મારું ગળું દબાવીને મને ધક્કો માર્યો હતો