વડોદરાઃ અલકાપુરી વિસ્તારમાં આવેલી સંપતરાવ કોલોની સ્થિત બ્રોડબેન્ડ પેસનેટ ઇન્ડિયા પ્રાલિ કંપનીની ઓફિસમાં આજે સવારે અચાનક જ આગ ફાટી નીકળી હતી જેને પગલે વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને અડધા કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી સંપતરાવ કોલોનીના બીજા માળે આવેલી બ્રોડબેન્ડ પેસનેટ ઇન્ડિયા પ્રાલિ કંપનીની ઓફિસમાં આજે સવારે કંપનીના ડીજીએમ જય પટેલ કામ કરી રહ્યા હતા તે સમયે એસીમાં શોર્ટ સર્કિટ થતાં આગ ફાટી નીકળી હતી જેથી જય પટેલ ઓફિસમાંથી બહાર નીકળીને નીચે આવી ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી જેથી વડીવાડી ફાયર સ્ટેશનના ફાયર સબ ઓફિસર દિગ્વિજયસિંહ પરમાર સ્ટાફ સાથે દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો ઘટનાની જાણ થતાં જ સંપતરાવ કોલોનીમાં રહેતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા