કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ એનપીઆર અને એનઆરસીને ગરીબો પર નોટબંધી જેવો હુમલો ગણાવ્યો છે રાયપુર આવેલા રાહુલે શુક્રવારે કહ્યું કે આ નિર્ણય ગરીબો પર ટેક્સ સમાન છે ગરીબ 2016માં નોટબંધી સમયે જે રીતે હેરાન થયા હતા તે રીતે ફરી હેરાન થશે રાહુલ પર હુમલો કરતાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે તેમને 2019ના લાયર ઓફ ધ યર ગણાવ્યા છે
રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય સમારંભમાં આવેલા રાહુલે કહ્યું કે એનપીઆર હોય કે એનઆરસી આ ગરીબો પર ટેક્સ છે નોટબંધીમાં પણ ગરીબો પર ટેક્સ હતો તમારા તમામ પૈસા બેન્કને આપી દો પરંતુ તમે તમારા પૈસા કાઢી શકતા નથી તમામ પૈસા 15-20 શ્રીમંતોના ગજવામાં જતા રહ્યા છે એનપીઆર અને એનઆરસી પણ આજ વસ્તુ છે તેમણે કહ્યું કે ગરીબોએ અધિકારીઓ પાસે જઈ દસ્તાવેજો બતાવવા પડશે નામમાં કોઈપણ ભૂલ હશે તો લાંચ આપવી પડશે ગરીબોના ગજવામાંથી કરોડ રૂપિયા કાઢીને પેલા 15-20 લોકોને અપાશે આ લોકો પર એક પ્રકારે હુમલો છે રાહુલે કહ્યું કે દુનિયામાં ચર્ચા થઈ રહી છે કે ભારતમાં હિંસા થાય છે મહિલાઓ રસ્તા પર સ્વતંત્રતાથી ફરી શકતી નથી અને બેરોજગારીનો દર 45 વર્ષમાં સૌથી વધુ છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમજી શકતા નથી કે આ શું છે અને કેમ થઈ રહ્યું છે વડાપ્રધાન પોતાનું કામ કરતાં નથી અને દેશનો સમય બરબાદ થઈ રહ્યો છે