વિડિયો ડેસ્કઃ નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ કોંગ્રેસના ભૂતપુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમના વાયનાડના પ્રવાસ પર છે વાયનાડમાં બંધારણ બચાવો રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે નાથુરામ ગોડસે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિચારધારા એક જ છે બન્નેની વિચારધારામાં કોઈ જ અંતર નથી બસ નરેન્દ્ર મોદીમાં એ કહેવાની હિમ્મત નથી કે તે નાથુરામ ગોડસેમાં શ્રદ્ધા રાખે છે