મશહૂર ટેક કંપનીઓ- એપલ, માઇક્રોસોફ્ટ, ટેસ્લા, અલ્ફાબેટ અને ડેલને કોર્ટના કઠેડામાં ઉભી કરી દેવાઈ છે ટેક કંપનીઓ વિરુદ્ધ આ પ્રકારનો કેસ પહેલી વખત થયો છે રાતદિવસ દુનિયાને સારી બનાવવા માટે કાર્યરત આ કંપનીઓ સામે માનવ અધિકાર સંગઠન ઇન્ટરનેશનલ રાઇટ્સ એડવોકેટ્સે ચાઇલ્ડ લેબરનો કેસ દાખલ કર્યો છે તેમનો દાવો છે કે આ કંપનીઓને આફ્રિકાના કોન્ગો દેશની ખાણોમાંથી કોબાલ્ટનો પુરવઠો સપ્લાય થઇ રહ્યો છે ત્યાં કોબાલ્ટની ખાણોમાં બાળકોને એક ડોલર પ્રતિ દિવસથી પણ ઓછું મહેનતાણું મળે છે તેની સામે કંપીનીઓ અરબો ડોલરનો નફો મેળવી રહી છે અહીં કામ કરતા બાળકોના માથે જોખમ એટલું છે કે ક્યારેક જીવ ગુમાવવાનો પણ વારો આવે છેઇન્ટરનેશનલ રાઇટ્સ એડવોક્ટેસે ખાણમાં થયેલી દુર્ઘટનાઓમાં અંગો ગુમાવી ચૂકેલા અને ગંભીર રીતે ઘવાયેલા બાળકોની તસવીરો ભાસ્કરને ઉપલબ્ધ કરાવી છે દુનિયાની જરૂરિયાતનું 66 ટકા કોબાલ્ટ કોન્ગોમાંથી સપ્લાય થાય છે કોન્ગોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર અને ગરીબી છે રિપોર્ટ્સ મુજબ જે બાળકો સ્કૂલ નથી જતા તેઓ ખાણમાં કામ કરે છે તેમાં 10 વર્ષના બાળકો પણ સામેલ છે ટેક્નોલોજી સેક્ટરમાં લીથિયમ-આયન બેટરી માટે કોબાલ્ટ જરૂરી હોય છે આ બેટરી સ્માર્ટફોન, ઇલેક્ટ્રીક વાહનો અને અન્ય ઉપકરણોમાં ઉપયોગમાં લેવાય છે ઇન્ટરનેશનલ રાઇટ્સ એડવોકેટ્સનું કહેવું છે કે ટેક કંપનીઓ દર વર્ષે અરબો ડોલરનો નફો કમાય છે જે કોબાલ્ટ વિના શક્ય નથી ઇન્ટરનેશનલ રાઇટ્સ એડવોકેટ્સે 14 પીડિતો તરફથી કેસ દાખલ કર્યો છે તેમાં 6 એવા પરિવાર સામેલ છે જેમના બાળકો ખાણમાં કામ કરતી વખતે દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે ઘણા બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે 15 વર્ષનો એક બાળક એક ઉંડી સુરંગમાં પડી જવાથી પેરાલાઇસિસનો શિકાર થઇ ગયો હતો કોન્ગોની 33 ટકા કોબાલ્ટની ખાણો નિયમ અને કાયદાઓ વિના ચાલી રહી છે અનેક મીડિયા રિપોર્ટ્સમાં આ બાળકોને આધુનિક દુનિયાના ગુલામો કહેવામાં આવે છે જેઓ સતત 12 કલાક મજૂરી કરીને કોબાલ્ટ નીકાળે છે જો તમે પણ લેપટોપ, સ્માર્ટફોન જોઈને ખુશ થઈ રહ્યા હોય કે પછી નવી ઈલેક્ટ્રોનિક કાર ખરીદીને હરખાતા હોય તો એકવાર આ હાથ-પગને પણ જરૂર જોઈ લેજો