ગાંધીનગર:ગુજરાતમાં ભિક્ષા પ્રતિબંધક અધિનિયમ હેઠળ ધાર્મિક સ્થળોની આસપાસ ભીખ માગવા પર પ્રતિબંધ મૂકતો આદેશ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે આજે રાજ્યના શામળાજી ખાતે મંદિર આસપાસ ભિક્ષુકો ભિક્ષાવૃત્તિ કરતા નજરે ચડ્યા હતા ઉલ્લેખનીય છે કે જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તાર, ડાકોર(જિલ્લો ખેડા), સિદ્ધપુર(જિલ્લો પાટણ) અને પાલીતાણા(જિલ્લો ભાવનગર) નગરપાલિકા વિસ્તાર, ચાંપાનેર(પાવાગઢ), બહુચરાજી(જિલ્લો મહેસાણા) અને શામળાજી (જિલ્લો અરવલ્લી) ગ્રામપંચાયત વિસ્તારમાં ભિક્ષાવૃત્તિને પ્રતિબંધિત કરાઈ છે