અમેરિકામાં ફેસબુક પર લોકોએ 2.48 લાખ કરોડનો કેસ કર્યો

DivyaBhaskar 2019-10-20

Views 158

ફેસિયલ રેકગ્નિશન સિસ્ટમ હેઠળ મેળવેલા પર્સનલ ડેટાના દુરુપયોગ મુદ્દે ફેસબુકની અરજીને એક અમેરિકન કોર્ટે ફગાવી દીધી છે અમેરિકાના ઈલિનોઈસના લોકોએ ફેસબુક પર રૂ 248 કરોડ (3,500 કરોડ ડોલર)નો ક્લાસ-એક્શન કેસ દાખલ કર્યો હતો આ મામલામાં સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ પછી સુનાવણી થશે જો આ કેસ ફેસબુક હારશે તો તેણે ઈલિનોઈસના 70 લાખ લોકોને પ્રતિ વ્યક્તિ રૂ 71 હજારથી રૂ 3,55,483 રૂપિયા વળતર આપવું પડશે ટેક ક્રંચના રિપોર્ટ પ્રમાણે, સેન ફ્રાન્સિસ્કોમાં 9 સર્કિટવાળા ન્યાયાધીશોની 3 જજની પેનલે આ નાગરિકોની સામે ફેસબુકે કરેલી અરજી ફગાવી દીધી હતી ફેસબુક પર આરોપ છે કે, ઈલિનોઈસના નાગરિકોએ અપલોડ કરેલા પોતાના ફોટોના ફેશિયલ રેકગ્નિશનને સ્કેન કરવાની મંજૂરી નહોતી આપી ફેસબુકે તેમણે એ પણ નહોતું કહ્યું કે, 2011માં મેપિંગ શરૂ થયા પછી ડેટા કેટલો સુરક્ષિત રહેશે કોર્ટે પણ માન્યું છે કે, આ ટેકનિક બાયોમેટ્રિક ઈન્ફોર્મેશન પ્રાઈવેસી એક્ટનું ઉલ્લંઘન કરે છે
આ મુદ્દે ફેસબુકે કહ્યું છે કે, ફેસબુકે હંમેશા લોકોને આ ટેકનિકના ઉપયોગ અને નિયંત્રણ કરવા વિશે કહ્યું હતું અમે હવે બીજા વિકલ્પો પર વિચાર કરી રહ્યા છીએ અમે સ્વબચાવ કરતા રહીશું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS