અંજાર:ભારતીય સંસ્કૃતિ મુજબ આજની તારીખે પણ માતા-પિતાની સેવા માટે શ્રવણનું ઉદાહરણ પુરૂ પાડવામાં આવે છે પરંતુ સમય અને પરિસ્થિતિ બદલાતાં માતા-પિતાની સેવા કરવાના બદલે લોકો હવે સંયુક્ત કુટુંબમાંથી અલગથી પોતાનું એકલવાયું જીવન જીવતા થઈ ગયા છે ત્યારે વૃદ્ધ થઈ ગયેલા મા-બાપને છેલ્લા આસરા તરીકે વૃદ્ધાશ્રમમાં જઇ જીવન વ્યતિત કરવું પડી રહ્યું છે તેવા સમયે અંજારમાં ગરીબ અને વૃદ્ધ પુત્ર દ્વારા પોતાની માતાની સારવાર માટે પોતાની લારીમાં લાવી માતાને હાથેથી ઉપાડી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું