આણંદ:દેશમાં ઘણીએવી સંસ્થાઓ છે જે જરૂરિયાતમંદોને રહેવા, જમવા તેમજ શિક્ષણ સહિતની સુવિધાઓ પુરી પાડે છે ફૂટપાટ તેમજ બસ સ્ટોપ પર રહેતા ગરીબ તેમજ નિરાધારો માટે સંસ્થાઓ હંમેશા સેવાભાવી રહી છે ત્યારે ગુજરાતના આણંદમાં એક મહિલાએ દોઢ વર્ષ પહેલા શરૂ કરેલી સંસ્થા શહેરમાં રહેતા ગરીબ બાળકો માટે વરદાન સ્વરૂપ સાબિત થઇ છે સંસ્થા દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકોને ભોજન તેમજ શિક્ષણ આપવામાં આવે છે મેડિકલ, એન્જિનિયરના વિદ્યાર્થીઓ તેમજ સિનિયર સિટીઝનો પણ હાલમાં આ સંસ્થા સાથે જોડાયા છે અમેરિકા, લંડન તેમજ કેનેડાથી કેટલાક એનઆરઆઇએ પણ સંસ્થાનો સંપર્ક કર્યો છે તેઓ પણ સંસ્થામાં જોડાઇ બાળકો માટે કઇક કરવા માંગે છે