સુરતઃપાંડેસરા વિસ્તારમાં આવેલા કૈલાસનગર-2માં આવેલા મકાનમાં માતા-દીકરી ઘરમાં બપોરે નિંદર કરી રહ્યાં હતા આ દરમિયાન એક અજાણી મહિલાએ ઘરમાં પ્રવેશીને ચોરી કરી હતી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી દોઢ મિનિટથી વધુના સમયમાં મહિલાએ ચોરી કરી હોવાની ફરિયાદ લઈ પોલીસે મહિલાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે