સુરતઃનવમી મેના રોજ તાજા જન્મેલા બાળકને સિવિલ હોસ્પિટલમાં લાવેલા માતા પિતા તેને નોધારૂં છોડીને ફરાર થઈ ગયાં છે ખાનગી હોસ્પિટલમાં જન્મેલા બાળકને સિવિલ હોસ્પિટલના એનઆઈસીયું વોર્ડમાં બાળકની જગ્યાએ બદલાઈને બાળકી મળી ગઈ હોવાનો આક્ષેપ કરી માતા પિતાએ હોબાળો મચાવ્યા બાદ ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ આવે તે પહેલા યુપીવાસી માતા-પિતા પલાયન થઈ જતાં સિવિલ તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે સિવિલના આરએમઓએ જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલના સર્ટીમાં ભૂલ હતી બેબી ગર્લની જગ્યાએ બેબી બોય લખી દીધું હતું